પ્રેમ
પ્રેમ

1 min

263
અરે! પ્રેમ છે આ
આકાશના ચાંદ-તારા તોડી લાવવાની વાત નહીં
હવે આમાં કઈ ખાસ વાત નથી,
અરે! પ્રેમ છે આ
થોડી સાથે જીવવાની ને રહેવાની છે જિંદગી
બસ ગમેતે કરીને સમર્પિત થવાનું છે,
અરે! પ્રેમ છે આ
એકબીજાનું દર્પણ થઈ જીવવાનું છે અહીં
સાથે હસતાંને હસાવતાં રહેવાનું છે માટે,
અરે! પ્રેમ છે આ
એકબીજાને ગમવાનું ને ગમતું રહેવાનું છે અહીં
અરે કોઈની હા-ના થી ગમ નથી ખાવાનો માટે,
અરે! પ્રેમ છે આ
એકમેક ના ગાલોનાં સ્મિતમાં ડૂબવાનું છે અહીં
થોડું દુઃખોથી ભાગીને ઉદાસ થવાનું છે.