પ્રેમ
પ્રેમ
ક્યારેક લાગે સંબંધ ચોકલેટ જેવો મીઠો,
ક્યારેક લાગે કારેલા જેવો કડવો,
પણ દરેક સ્વાદ જરૂરી છે જીવન માટે,
સંબંધ એટલે સ્નેહથી બાંધવું
વગર ડોરથી બાંધી રાખે આ સંબંધ,
જીવવાનું કારણ આપે આ સંબંધ,
ક્યારેક મુસીબતમાં ખભે હાથ મૂકી,
મુસીબતને પણ દૂર તગેડી નાખે
એવો મીઠો હોય ભાઈનો પ્રેમ,
એના હૂંફાળા હાથથી દુઃખ દૂર ભાગે,
સ્નેહ નીતરતો હાથ ફરે જો માથે તો,
દુનિયાની બધી બલા ઘડીમાં જાય નાસી,
એવો મીઠો મધુરો હોય માનો પ્રેમ,
જિંદગીમાં ચાલતાં ચાલતાં પડી જવાય તો,
ફરી ઊભા થવાની હિંમત આપે
ટેકણ લાકડી થઈને ઊભા રહે,
શિસ્ત માટે પાબંદી લગાવે,
એવો મધ જેવો મીઠો હોય પિતાનો પ્રેમ,
ચોકલેટ માટે લડે ઝઘડે,
રમકડા માટે રોફ જમાવે,
તોય દુનિયાભરનો આનંદ અપાવે
એવો ખટ્ટમીઠો મધુરો હોય બેનીનો પ્રેમ,
ક્યારેક મજાક મસ્તી કરતો,
મુસીબતના દરીયામાંથી પણ પાર ઉતારતો,
કોફીનાં ઘૂંટડાના બદલામાં સ્નેહનો આખો દરિયો દેતો,
એવો ઋણાનુબંધ ધરાવતો મીઠો મધુરો
પ્રેમ હોય દોસ્તોનો,
ક્યારેક નટખટ બને પ્રેમિકા જેવી,
તો ક્યારેક માયાળુ માતા જેવી,
ક્યારેક અનુશાસન લગાવતા પિતા જેવી કડક,
ક્યારેક પ્રેમિકા જેવી પ્રેમાળ,
એવો મીઠો મધુરો પ્રેમ છે પતિ પત્નીનો,
ક્યારેક મજાનું સ્ટીકર આપે,
ક્યારેક સુંદર મજાની કૉમેન્ટ આપે,
લખવા માટે પ્રેરણા આપે,
એવો મીઠો મધુરો પ્રેમ છે લેખક અને વાચકનો.
