STORYMIRROR

Nisha Nayak

Romance

2  

Nisha Nayak

Romance

પ્રેમ

પ્રેમ

2 mins
46

પ્રેમ એક પહેલી છે, એક સમજાય ના સમજાય એવી ઉલઝન છે, તે એક ઉકેલી શકાય ન ઉકેલી શકાય એવો કોયડો છે.

પ્રેમ કદી પ્રયત્નપૂર્વક થતો નથી, પ્રેમ તો જંગલમાં આપોઆપ ઊગી નીકળેલા ફૂલછોડ જેવો છે.

એટલે જ કહેનારે કહ્યું છે, કે પ્રેમ કરાતો નથી, 

પ્રેમ તો થઈ જાય છે.

પ્રેમમાં કદી માંગણી હોતી નથી, માત્ર લાગણી જ હોય છે. 

પ્રેમમાં તો વળી માંગવાનું હોય ખરું ? 

પ્રેમ માંગે છે તો પ્રેમી પાસે દુઃખ માંગે છે, આંસુ માંગે છે, દર્દ માંગે છે, અને કહે છે કે મારુ બધુ જ સુખ તુ લઈ લે, મને તારુ દુઃખ આપી દે. 

બસ આનુ જ નામ પ્રેમ. 

પ્રેમ છે તો જિંદગી જીવવા જેવી છે. પ્રેમ છે તો દુનિયા આખી સુંદર લાગે છે. પ્રેમ તો વહેતો પવન છે, કે જેને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી.

પ્રેમ તો એવુ પંખી છે કે જેને પિંજરામાં પૂરી શકાતું નથી.

પ્રેમ ને દિવાલો હોતી નથી, પ્રેમ ને ખુલ્લુ વિશાળ આકાશ હોય છે.

લાગણી કહો કે પ્રેમ કહો, કોઈ ફરક પડતો નથી.

પ્રેમ અને લાગણી એકજ સિક્કાની બે બાજુ જેવી છે.

લાગણી વિના પ્રેમ સંભવિત નથી, અને પ્રેમ વિના લાગણી સંભવિત નથી, લાગણી ના ક્યારામાં જ પ્રેમ ના પુષ્પ ખીલી શકે છે.

પ્રેમ કયારે થઈ ગયો, કેમ થઈ ગયો, અમુકની સાથે જ કેમ થઈ ગયો, કયાં કારણથી થઈ ગયો, એ બધા જ પ્રશ્નોનો જવાબ તમને કોઈ પ્રેમી પાસેથી મળી શકશે નહીં. 

પ્રેમમાં સવાલો તો જરૂર ઊઠે છે, પણ તે સવાલો ના કોઈ ચોક્કસ જવાબ હોતા નથી.

પ્રેમ તો એક મહેકતા ફૂલની ખુશ્બુ છે, એક ખૂબસુરત અહેસાસ છે, એક મધુર વેદના છે.

પ્રેમ છે તો દુનિયા આખી સુંદર બની જાય છે. જેના ભાગ્યમાં પ્રેમ નથી તે શ્રીમંત હોવા છતાંય સાવ કંગાળ છે અને જેના નસીબમાં પ્રેમ છે તે ગરીબ હોવા છતાંય દુનિયાનો સૌથી વધુ ધનવાન છે.

તો બસ મારી નજરમાં આને પ્રેમ કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance