STORYMIRROR

Alpa Vasa

Romance Classics

3  

Alpa Vasa

Romance Classics

પ્રેમ

પ્રેમ

1 min
26.5K


સવાલ - પ્રેમ જગતમાં ક્યારે આવ્યો? 

             કોને અને કેવો આવ્યો?

જવાબ - ઈવ અને આદમને આવ્યો. 

             પ્રભુએ કહી હતી "ના"

             પણ એ ધરાર માન્યા ના. 

             સફરજન ખાધું,

             અડધું અડધું.

             અડધું ખાધું, ને ફેંક્યું.

             જોયું નહીં બચ્યું અડધું.

              હવ્વાએ એ જોયું,

              ઊંચકીને ખાધું. 

             ને, પ્રણય ત્રિકોણ રચાયું.

             બસ, ત્યારથી આવ્યું,

            પ્રેમમાં હમેશા કોઈ ત્રીજું.

           સફરજન જ્યાં ખાધું,

           ત્યાં તો મન થયું મતવાલું.

          જોયું નહીં, બીજ નીચે વેરાયું.

          હતા એ ત્રણેજણના અક્ષુ. 

          બસ, ત્યારથી થયા ચક્ષુવિહિન,

          આદમ, ઈવ ને હવ્વા.

          ને, આમ પ્રેમ કહેવાયો આંધળો.

           ને, હજી રહ્યો

            આંધળો, ને

           ત્રિકોણીયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance