પ્રેમ સંબંધ
પ્રેમ સંબંધ
તારી સાથે કેટકેટલી યાદો છે
એનાથી વિશેષ તારી વાતો છે
તારી વાતોમાં હું વખણાવ છું
તારી પ્રીત જાણી હરખાવ છું,
તારી કળાનો હું કાયલ છું
તારી સાદગીનો હું ઘાયલ છું
સાદગીથી સુંદર તારા સ્વપ્નો છે
જે ઊગતાં સૂરજનાં કિરણો છે,
ક્યારેક મન મારુ ઉલઝે છે
ત્યારે લાગે તું મને વધુ સમજે છે
તારી સમજ થી જીવન સહજ છે
તારા સાથની મને ગરજ છે,
તું મારી છે. તું મારી છે.
આ વાતનો મને આનંદ છે
તારી ખુશીનો કરવો પૂરો પ્રબંધ છે
જન્મોજનમનો આ પ્રેમ સંબંધ છે.

