પ્રેમ પગરવ
પ્રેમ પગરવ


એ ઘેલા આવને એકવાર,
પ્રેમ તારો મને રોજ સતાવે
આ દિલ ની વ્યથા તુ શુ જાણે,
તારો પ્રેમભર્યો સ્પર્શ રાતો ની રાત,
ઘાયલ ને મીઠા ઉજાગરા કરાવે
એ પ્રિય દિલની ભાષા શીખ ને
મારા દિલ ના એક એક ધબકાર,
મને તારા નામ બોલી બોલી મને,
રોજ એ સતાવે છે,મને કહે હું શું કરું,
તારા પ્રેમે તો મને લજ્જાહીન નાંખી છે,
આવી જા એકબાજુ મુકી દે આ દુનિયાને,
તારા નામ થી લોકો મને રોજ છેડ્યાં કરે છે,
તું આવી જા એક વાર તારા પ્રેમ ના પડઘાં,
મારા કાને અથડાય ને આહા!
અજાણતાં જ એક પંક્તિ લખાઈ જાય છે.
જે મારા રોમ રોમ ને તારા પ્રેમભર્યો સ્પર્શ વાહ!
મને વર્ષા વગર જ આમ ને આમ ભીંજવી નાંખે છે,
તું જ કહે તારી લફજ શું કરે,એને પ્રેમ સમજાવને .