STORYMIRROR

kusum kundaria

Romance

3  

kusum kundaria

Romance

પ્રેમ કરે છે

પ્રેમ કરે છે

1 min
279

એક ડોસી ને એક ડોસો, એકબીજાને પ્રેમ કરે છે,

કેટલાયે અભાવોની વચ્ચે એકબીજા પર મરે છે,


લથડતા કદમે હાથમાં હાથ લઈને સહારો બનતા,

આંખોમાં આંખ પરોવી, હોઠો પર સ્મિત લઈ ફરે છે,


કદી શાકમાં મીઠું ભૂલાયને કદી દાઝે રોટલી વળી,

હસીને તોયે બંને એકબીજાના મોંમાં કોળિયો ધરે છે,


બસ એક વાતે છે દુ:ખી ને ચિંતિત બંને કાયમ જુઓ,

સાથ છૂટશે એકનો તો શું થશે ? બસ એ વાતે ડરે છે,


નથી જીવનથી કોઈ ફરિયાદ ચહેરા પર છે સંતોષ,

એકબીજાના સહારે એ હર શ્વાસમાં જીવન ભરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance