STORYMIRROR

Kuntal Shah

Drama Inspirational

4  

Kuntal Shah

Drama Inspirational

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
369

શું હું શબ્દોથી તને કહું કે મને પ્રેમ છે, તો

એ પ્રેમ છે ?


જે ઉર્મિઓને મઢવા શબ્દ- શૃંગાર ઓછો પડે,

એ પ્રેમ છે..


દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ ધબક્યા કરે,

એ પ્રેમ છે..


ખુદનાં અશ્રુ ખાળી, બીજાનું સ્મિત ઉજવી શકે,

એ પ્રેમ છે..


અપેક્ષાની છાશને વલોવ્યા પછી જે ગોરસ વધે,

એ પ્રેમ છે..


મારું-તારું નથી, અસ્તિત્વ સાથનું- એ સમજ આવી ચડે,

એ પ્રેમ છે..


આવે કદી ઓટ ઉર્મિઓ મહીં, ભરોસા કેરી પૂનમ ભરતી કરે,

એ પ્રેમ છે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama