STORYMIRROR

Dilip Ghaswala

Romance Others

3  

Dilip Ghaswala

Romance Others

પ્રેમ ચીતરું

પ્રેમ ચીતરું

1 min
452


કંઈક એવી કલ્પના તારી આંખમાં હું ચિતરું,

આંબવા આકાશને હું તારામાં બસ વિસ્તરું ,


દિલ મારુ આ બની ચૂક્યું છે પથ્થર જેવું,

લાવ છીણી ટાંકણા, નામ તારું અહીં કોતરું,


હું પણાનો ભાર વેંઢારી રાખીએ છીએ,

જીદે ચડી છે એ, તો હું ય શેનો ઉતરું ?


પ્રેમનું ઝાપટું જો આંધી થઈ ત્રાટકે,

તો તું થશે લથબથ, હું ય આખો નિતરું,


લાખ કોશિશ તું ભલે ને કરે મને ભૂલવા,

ભૂલી ભૂલીને પણ હું તને ફરી સાંભરુ.


Rate this content
Log in