પ્રેમ છે
પ્રેમ છે
હદથી વધારે ચુંબકીય પ્રેમ છે,
પૂછશો ના કદી કે એવું કેમ છે,
અઢી અક્ષરની વાતને સમજો,
પછી ના લાગશે કોઈ વ્હેમ છે,
જેને મળી ગયો બેડો પાર થશે,
જાણજો આ ઈશ્વરની રહેમ છે,
દિલથી દિલ જોડાયાની છે વાત,
બાકી બધું તમે જેમ કહો તેમ છે,
સાત જન્મોની વાતને છોડો તમે,
આ જન્મમાં પામો તો યે હેમ છે.

