પ્રેમ છે જીવનનું ચાલક બળ
પ્રેમ છે જીવનનું ચાલક બળ
હું તો સૂરજમુખી,
સૂરજના રંગે રંગાઈ જાઉં,
સૂરજની પહેલી કિરણથી ખીલે મારું અસ્તિત્વ,
સોના જેવું ચમકીલું લાગું સૌને પ્યારું,
મારા કેટલાય ઉપયોગ,
કોઈ તેલ બનાવી મને ખાતું,
ઔષધી તરીકે મને વપરાતું,
હું સૂરજમુખીનું ફૂલ મજાનું,
સૂરજની હાજરીમાં ખીલતું
સૂરજની અસ્ત થતાં હું પણ અસ્ત થતું,
પ્રેમનું પ્રતીક હું તો,
સૂરજનો તાપમાં પણ ખીલી જાઉં,
આપવો મારે સંદેશ લોકોને,
દુઃખમાં પણ અડીખમ ઊભા રહો,
ખીલો મારી જેમ,
પ્રેમ જ છે જીવનનું ચાલક બળ,
તેના થકી ચાલે આ સંસાર,
પ્રેમ થકી જ લાગે આ જીવન મીઠો કંસાર,
પ્રેમ જ છે જીવનનો આધાર,
પ્રેમ થકી છે સુખોનો ભંડાર,
પ્રેમ જ છે જીવનનું સાચો અલંકાર
એના થકી છે સાચો શૃંગાર.

