પ્રેમ અને સંગીત
પ્રેમ અને સંગીત
પ્રેમનું સંગીત જરૂર સમજાશે, સાઝ બનશો ત્યારે,
પ્રેમ મીઠો જરૂર બનશે, અલંકાર ઘૂ'ટશો ત્યારે,
પ્રેમનો સ્વર એક થશે, સ્વર મળશે ત્યારે,
પ્રેમનો આવેગ બહાર આવશે, આલાપ કરશો ત્યારે,
પ્રેમનો રાગ જરૂર સમજાશે, રાગ ગાન કરશો ત્યારે,
પ્રેમની ધડકન અનુભવાશે, તાલ સંગ રહેશો ત્યારે,
પ્રેમનું દ્રશ્ય સુંદર બનશે, મુખડો લેશો ત્યારે,
પ્રેમની અંગડાઈ અનુભવાશે, તિહાઈ લેશો ત્યારે,
પ્રેમના શબ્દો વાગોળાશે, સરગમ કરશો ત્યારે,
પ્રેમના તાર ઝંકૃત થાશે, બોલતાન કરશો ત્યારે,
પ્રેમના સંગે નાચી ઉઠાશે, તાનમાં આવશો ત્યારે,
પ્રેમના તરંગો લહેરાશે, તરાના ગાશો ત્યારે,
પ્રેમનું સંગીત મધુર બનશે, સાત સ્વર સમજાશે ત્યારે,
પ્રેમનો નાદ થાશે "મુરલી" નો, પ્રેમમાં ડૂબશો ત્યારે.
