પ્રદૂષણ
પ્રદૂષણ


ક્યાં સુધી કચરાના ઢગલા ખડકશે
જિંદગીને એકેક શ્વાસ લેતાં રૂંધશે
મળ્યું મફતમાં તેથી દુર્લક્ષ કરશે
હવા, પાણી, ધરાની દરકાર ન કરશે
બાળક યુવા વૃધ્ધ હરખવા તરસશે
કુદરત રિસાઈ તો અશ્રુ છલકશે
ન સમીર મલકશે કે ઝરૂખે વરસશે
ન ઉમંગો રણકશે કે ઊર્મિઓ ઝણકશે
સ્વાર્થભર્યા સુખ પાછળ દુઃખ નડશે
સમજદાર માનવ ક્યારે સમજશે.