STORYMIRROR

amita shukla

Inspirational Others

3  

amita shukla

Inspirational Others

પપ્પાની શીખ

પપ્પાની શીખ

1 min
166

સ્નેહ નીતરતી આંખો, ભીંજવી ગઈ મન,

અણમોલ શીખો બક્ષી, આંબી ગઈ જીવન,

સતત આશીર્વાદ સમ, વહે અંતરાત્માની સરવાણી,

શીખોના ખજાના મળે, વીણી અંતરથી ભીંજાણી,

ખુશીઓ વહેંચો તો વધે, સૌ રહે હંમેશા આનંદમાં,

ગમની લ્હાણી નાં કરો, કદી કોઈનાં જીવનમાં,

ન બોલ્યામાં નવ ગુણ, ધીરજ ધરી મન,

સત્ય હમેશાં કડવું, ત્યાં ખોલો મનનાં બોલ,

જીવો ખુલ્લી કિતાબ બની, શંકા ન ઊઠાવે જન,

પ્રેમરૂપી લહેરોથી પ્રસરો, ઈત્ર બની માનવ મનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational