STORYMIRROR

Jay D Dixit

Drama

3  

Jay D Dixit

Drama

પપ્પાની પરમિશન

પપ્પાની પરમિશન

1 min
290

એક વખત ફરી

પપ્પાનો બૂટ પહેરી જોયો,

બરાબર આવે છે કે કેમ,

એ ચકાસી જોયો.


પછી પપ્પા પાસે બેઠો,

ધીરે રહીને વાત માંડી...

પપ્પા તમારો જોડો

મારા પગમાં ફીટ બેસે છે,

દોસ્ત થઈ એક વાત કરવી છે,

તમારી પરમિશન લેવી છે.


કોલેજનું આ છેલ્લું વર્ષ છે,

જોબ માટે ઓફર લેટર પણ છે,

મમ્મી મને ગમે છે અને...

એના જેવી જ...

એક છોકરી ગમે છે.

દોસ્ત થઈ કહું છું,

દોસ્ત થઈ વિચારજો,

'ને પપ્પા થઈ હા પાડજો.


ને ત્યાં જ પપ્પાએ મને

સ્વપ્નમાંથી જગાડ્યો.

ને બોલ્યા...મારા બૂટ તે પહેરેલા?

ક્યારનો સાયલન્ટ મોબાઈલ

રણક્યા કરે છે,

મમ્મી જોશે તો ઉપાધી થશે.

જવાબ આપી દે...

ઘરે છું... પછી વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama