Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

પપ્પા એટલે

પપ્પા એટલે

1 min
209


પપ્પા એટલે રાતી આંખોમાં ઝાકળ,

ગુસ્સાની પાછળ વાત્સલ્યનું વાદળ,


પપ્પા એટલે ધૂપસળીની મ્હેંકે પીમળ,

તપ્ત જીવન સફરમાં એ છાયા શીતળ,


પપ્પા એટલે દોસ્તીની એ પહેલી પળ,

આખુંયે આભ તમે, હું તારક ઝળહળ,


પપ્પા એટલે અડગ પર્વતની ભેખડ,

ને આપણે મનમોજી ઝરણું ચંચળ,


પપ્પા એટલે મુશ્કેલ વખતે સાંકળ,

માથે હાથ સદા એ રહેજો સ્નેહલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract