પોતાના માણસ માટે હું તરસુ
પોતાના માણસ માટે હું તરસુ
સોના ચાંદીના ઘરેણાથી,
મેં ભર્યું આખુય કબાટ છે,
પણ, પ્રસંગે આવીને ઉભા રહે,
એવા મારા સંબંધીઓ માટે હું તરસુ છુ.
ભરેલુ આખુય ભોંયતળિયું,
મોંઘીદાટ ગાડીથી છે ,
પણ, એ ગાડીમાં સાથે બેસી પ્રેમ ભર્યા પળ વિતાવે ,
એવા મારા પ્રેમ માટે હું તરસું છુ.
બનાવ્યું આલીશાન ઘર મેં,
જે સર્વ સુવિધાથી સજ્જ છે,
પણ, એજ ઘરમાં મારી સાથે બેસીને કોઈ બે ઘડી વાત કરે,
એવા મારા પરિવાજન માટે હું તરસુ છુ.
અર્પણ કરી દીધી આખીય ઝીંદગી,
મેં રૂપિયા ભેગા કરવામાં,
પણ, અંત સમય આવ્યો ત્યારે વ્હાલથી કોઈ માથે હાથ ફેરવે,
એવા કોઈ માણસ માટે હું તરસું છુ.
અરે, મારા મિત્રો,
જીવનનું સાચુ સુખ તો આપણા સાથે રહેતા,
આપણા જ સગા-સંબંધીઓ ની સાથે રેહવામાં છે.
જીવનનું સાચુ સુખ તો આકરા સમયમાં,
આપણી પડખે ઉભા રહેતા આપણા મિત્ર અને એની મિત્રતામાં છે.
જીવનનું સાચુ સુખ તો આપણા ઘરમા રહેતા,
વડીલોના મુખમાંથી વહેનારા આશિષના ઝરણાંમા છે.
