પોતાના જ થયા અજનબી આજ
પોતાના જ થયા અજનબી આજ
પોતાના જ થયા અજનબી આજ,
ધન દોલત ને હીરામોતી કાજ,
જે દિલ પર કરતા હતા રાજ,
એજ બની ગયા જાણે દગાબાજ,
લોહીની સગાઈ પણ જાણે તૂટી ગઈ,
હેત મહોબતની સઘળી દોર તૂટી ગઈ,
પોતાના લોકોની આંગળી છૂટી ગઈ,
જાણે પ્રેમ, મહોબ્બત માયા છૂટી ગઈ,
વારસા કાજે ભાઈઓ બન્યા વેરી,
એકબીજા માટે હૈયે ભાવના બની ઝેરી,
હૈયે ભાવના ઉદ્ભવ થઈ ગઈ દુશ્મન કેરી,
એકબીજા પર ઉગામે ધારદાર છરી,
પોતાના થયા અજનબી આજ,
ધન દોલત ને વારસા કાજ,
પહેરવો છે સૌને દોલતનો તાજ,
અજનબી બન્યા એ જેના પર હતો નાજ.
