પોકાર
પોકાર
તપ્ત ધરતીને ભીંજવવા મેહુલા તું આવ ને!
ઝૂરતી વસુધા રીઝવવા વ્હાલ તું વરસાવને!
ચર અચરનો નાથ તું છે, તું જ જગદાધાર છે,
જળ નહીં તો જીવન ક્યાંથી? પ્રાણનો તું પ્રાણ છે!
આવ જગના તાત સાંભળજે અમારી રાવને,
તપ્ત ધરતીને ભીંજવવા મેહુલા તું આવ ને!
ઝાડ જંગલ વેલ વનરાજી સકળ તુજને સ્મરે,
નીર નદીઓનાં સુકાતાં જલજ તરફડતાં મરે,
પુષ્પ લત્તા ખગ વિહગ સહી રહ્યા તુજ અભાવને,
ઝૂરતી વસુધા રીઝવવા વ્હાલ તું વરસાવને!