પંપાળું છું
પંપાળું છું
મીરાંબાઈનો એકતારો, મહેતાની હૂંડી ભાળું છું,
કાનો બનીને ગોકુળમાં, આજેય ગાયો ચારુ છું.
સૉનેટ, છપ્પા, ઉખાણા, મુક્તક, કેટલા મારાં રૂપ,
ભજન, બાળગીત, દોહા, વર્ગખંડમાં ઉચ્ચારું છું.
જીવન ઘડતરનાં પાઠ શીખવતા હું જીવન જીવું,
સમાજના ચણતરમાં હું, આખું જીવન ગાળું છું.
ભૂલ પડે ભૂલી જવાની, ભૂલ વિનાનું ભણતર,
ભૂલકાઓની આંખોમાં, હું ભવિષ્યને ભાળું છું.
શિષ્ટાચાર શીખવવા ક્યારેક ચોટી ખણવી પડે,
ઘડો ઘડવા થાપી દવ 'યાદ', ભીતરથી પંપાળું છું.
