પિયુ
પિયુ
ચાલીસ રૂપિયા બસનું ભાડું,
રોજ સાલું ક્યાંથી કાઢું?
પિયુ તને મળવા માટે,
રોજ સમય ક્યાંથી લાવું?
બૉસ જુએ ઑફિસમાં કાઢી મોટી આંખો,
હું રોજ રજા ક્યાંથી માંગુ?
જોઉં મિત્ર સામે,
તો એ જુએ છે આડું.
ચાલીસ રૂપિયા બસનું ભાડું,
રોજ સાલું ક્યાંથી કાઢું?

