STORYMIRROR

Varun Ahir

Tragedy

3  

Varun Ahir

Tragedy

પિતાનો ઓથાર

પિતાનો ઓથાર

1 min
685

તે હસતો ચહેરો કઠોર ચહેરો ડુસકામાં ગળી ગયો,

ગુમાવી સાથ પિતાનો હું અંધકારમાં ભળી ગયો.


ઘણી વાતો તે હૃદયનો નાતો હું શું કામ કળી ન ગયો?

ગુમાવી માથે હાથ પિતાનો હું ચિત્કાર ને મળી ગયો.


સફળતાની વાતો, નિરાશામાં દિલાસો તે પળમાં રળી ગયો,

યાદોનાં ડૂસકાંઓ સોંપી પોતે દાહમાં બળી ગયો.


અંતરના ઓરડે તમારી યાદોમાં અશ્રુઓથી છળી ગયો,

એક અનોખો ઓથાર ગુમાવી સંસારમાં ગળી ગયો.


કરવા પુરા સ્વપ્નો તમારા, તમારા સિદ્ધાંતોને વરી ગયો,

ગુમાવી સાથ પિતાનો હું અંધકારમાં ભળી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy