પિતા
પિતા
જેના હોય અગણિત ઉપકાર
એને કેમ કરી વર્ણવે મારા ગઝલ મહાકાવ્ય જેવા
કાવ્યપ્રકાર.
સહી મારી શેતાની પિતા તમે ને ન રાખ્યા મનમાર
એને કેમ કરી વર્ણવે મારા ગઝલ મહાકાવ્ય જેવા કાવ્યપ્રકાર.
દેખાડી મુજને દુનિયા બેસાડી ખભે સહી મારો ભાર
તમને કેમ વર્ણવે મારા ગઝલ મહાકાવ્ય જેવા કાવ્યપ્રકાર.
કેમ કરે પ્રગટ "નીરવ" આપનો આભાર
શબ્દ પણ પડે ઓછા અને પડે ઓછા કાવ્યો ના આકાર !
