STORYMIRROR

Khyati Anjaria

Inspirational Others

3  

Khyati Anjaria

Inspirational Others

પિંજર

પિંજર

1 min
203

પંખીનું પિંજરું મને બોલાવી રહ્યું છે,

મુક્તિ આપો, મુક્ત કરી દો,

ચિલ્લાઈ રહ્યું છે,

લાચાર પંખી, અબોલ ભાષા,

નિરાધાર ભોળું બની ગયું છે .


દુનિયાના બંધનમાં બંધાઈને,

આઝાદી ઝૂંટવાઈ ગઈ,

આજે નિર્દય શિકારીના હાથે,

જિંદગી એની લૂંટાઈ ગઈ,


કેદ કરીને આનંદ લેતા માનવીને કહેવાનું ,

તમને ગમશે કેદી બનવું,

પિંજરમાં રહેવાનું ?


મુક્તિ મારી ઝૂંટવાઈ ગઈ,

પંખી બોલે હું સાંભળી રહી,

કોઈતો માર્ગ બતાવો ,

છૂટવા મથતી હું ફસડાઈ પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational