Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Children

3  

Nisha Shah

Children

પિકનિક

પિકનિક

1 min
163


ગબલુ બીલુ ચીંકી ટીનટીન

ચાલ્યા પિકનિક, પોમ ! પોમ !

ખંડાલા લોનાવાલા કે ગોવા !

પવઈ, વિહાર કે ઉકઈ ડેમ !


બોલ લીધો, સારેગમ લીધું,

ગિટાર લીધું, બે બેગ લીધી !

સૂરજદાદા માથા પર ચાલે

પવન અમારી સાથે ભાગે !


વાળ અમારા ફરફર ઊડે !

ગીતો અમે ગાતા જઈએ !

નદીનાળા સૌ જોતા જઈએ

ડુંગર ઝરણાં દોડતા જોઈએ,


વર્ષારાણી ત્યાં તો આવે !

ખુશીથી અમે નાચી ઊઠીએ,

મોટર તો ભાગે સડસડાટ !

પણ ભૂખ ત્યાં લાગે કકડી,


ભાથાનાં ડબ્બા ત્યાં ખૂલે

થેપલા ઈડલી સેન્ડવીચની

સુગંધ, પેટપૂજા સર્વ પ્રથમ !

ફ્રુટી પેપ્સી ને કોફી ટોફી !


ફરી ફરીને પાછા જ ફર્યા,

લોન્ગડ્રાઈવની મજા લીધી,

કોરોના લોકડાઉનમાં પણ ખૂબ

પિકનિક માણ્યાની મજા લીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Children