પીયુ પરદેશી
પીયુ પરદેશી
દિલડાંમાં સળગ્યા છે સંતાપ...
ચિતડું ચકડોળે ચડયું મારું.....
તારી રાહે પીયુ પરદેશી,
વાલમ વહેલા રે આવો મારે દેશ...
અંગ અંગ મારા ડૂકયા...
મારો માયલો જાગ્યો આજ...
જુગ જુગથી જોવું તારી વાટ...
વાલમ વહેલા રે આવો મારે દેશ...
પાંખો વિના મારે ઉડવુ આકાશમાં...
ઉકળતી લહાય રેતીની વેદના ગાતી રહી...
જુગ જુગથી જોવું તારી વાટ...
વાલમ વહેલા રે આવો મારે દેશ...
એકાંતે અમને છેતર્યા રે વાલમ...
મૃગજળ બની ફરુ સહરાની રેતમાં...
કાંબી કડલાંનાં સૂર અને સાજ...
મારું મનડું મૂંઝાય અને હૈયું હિઝરાય...
જુગ જુગથી જોવું તારી વાટ...
વાલમ વહેલા રે આવો મારે દેશ...
વાલમ વહેલા આવો રે મારે દેશ...