ફૂલોના ગજરા મહેકતા મોકલો
ફૂલોના ગજરા મહેકતા મોકલો
લખવી મારે હૃદયસ્પર્શી અદ્ભૂત ગઝલ,
થોડા છંદ, કાફિયા અને રદિફ ખુશીથી છલકતા મોકલો,
કહેવી છે મારી દલડાની વાત શબ્દોમાં,
સમજી જાય એ સાનમાં એવા શબ્દો સરળતાભર્યા મોકલો,
ઊભી છું બારણે પ્રિયતમના આવકાર માટે,
બે ચાર ફૂલોના ગજરા મહેકતા મોકલો,
ભરી દેવું છે મારે એનું હૈયું ખુશીથી છલોછલ,
બે ચાર પંખીઓ મજાના ટહુકતા મોકલો,
બસ દૂર કરવી છે મારે બંને વચ્ચેની ગેરસમજ,
તો હોય કોઈ મિત્ર સેતુ સમાં, સમજતા મોકલો,
ચણી રહી છું હું આશાનો ઊંચો મિનારો,
સાથ આપી શકે કોઈ એવા મમતાભર્યા મોકલો.
