STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

ફૂલની ફોરમ

ફૂલની ફોરમ

1 min
323

ફૂલ તો પોતાની ફોરમમાં મશગૂલ,

પરવા ક્યાં કરી મળે ધૂળ કે શૂલ ?


રંગરૂપ તો કુદરતે ભારોભાર દીધાં,

ખેવના ક્યાં રાખી મૂલવે કોઈ મૂલ ?


ફૂલ તો પોતાની ફોરમમાં મશગૂલ..


છીએ અમે કુદરતનું નવલું નજરાણું,

છોને પછી જગ વેચે ભાવ કંદમૂલ ?


ફૂલ તો પોતાની ફોરમમાં મશગૂલ......


અર્પે કોઈ દેવને કોઈ ચડાવે અરથી પર,

ક્યાં તોય ફૂલ અંતર મચાવે શોરગૂલ ?


ફૂલ તો પોતાની ફોરમમાં મશગૂલ.....


કોઈ ખિસ્સે રાખે, કોઈ સૂંઘી ફેંકે તોય

કાન્તાસુત ફૂલો તો સઘળું કરે કબૂલ !


ફૂલ તો પોતાની ફોરમમાં મશગૂલ,

પરવા ક્યાં કરી મળે ધૂળ કે શૂલ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational