STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

ફરવા ચાલ્યાં મોબાઇલ લઈ

ફરવા ચાલ્યાં મોબાઇલ લઈ

1 min
242

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યાં

ફરવા સાથે મોબાઈલ લઈ

હાથમાં મોબાઈલ સ્ટીકને

સેલ્ફી એતો પાડતાં ભઈ,


જંગલમાં આમતેમ દોડતાં

વડલા ડાળે લેતા ફોટા

ફૂલડાઓની સાથે લીધી સેલ્ફી

પતંગિયા ત્યારે ત્યાં નો'તા

હાથીભાઈ ને કીડીબેને પેટભરી

જંગલમાં શેરડીને સાકર ખાઈ

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ,


નદી તળાવે જઈને નાહ્યા

સાથે કરી ભાઈ પિકનિક,

આખા જંગલમાં મસ્ત બની ફરતા

નથી વાઘ, સિંહની ભાઈ બીક,

કીડીબેને ને હાથીભાઈએ લીધી

બહું સેલ્ફીને બેટરી લો થઈ,

કીડીબેન ને હાથીભાઈ ચાલ્યા

ફરવાં સાથે મોબાઈલ લઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children