Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

ફરિયાદો તો તને ઘણી છે

ફરિયાદો તો તને ઘણી છે

1 min
1.5K


ફરિયાદો તો તને ઘણી છે આજકાલ એ પ્રભુ,

કૃષ્ણ યોગેશ્વરથી કે, તને કેમ એ સાંભળતો નથી !


જો કે, જવાબો આગોતરા જ આપ્યા છે,

ગીતા થકી પ્રભુએ, તું છે જ એવો, વાંચતો નથી !


દોડ્યા જ કરે છે સુવર્ણમૃગની ઘેલછામાં,

અહીં આમ તેમ પણ, નિજ અંતરે ખોળતો નથી !


કદી બંધ આંખે જરા ડૂબકી લગાવી તો જો,

નિજ આત્મ સાગરમાં, ત્યાં જ છે એ દૂર વસતો નથી !


મથ્યો છે ઘણું આ જગે તું એ વહાલ પામવા,

સ્વાર્થ કેરી વિસાતે, પ્રભુ પ્રેમ સદાનો દિસતો નથી !


લખાણો ઘણાં લખ્યાં છે નિજ કર્મના કિતાબે ને,

એવી છટા ના, તું હરિ નામને હજુ ય કંડારતો નથી !


સાંપડે વ્યથા ત્યારે જ કરતો યાદ અહર્નિશ પ્રભુને,

આમ તો વિસાર્યા છે, માયાના પડળે સંભારતો નથી !


જરા કર યત્ન મનથી હવે પ્રભુ ઇષ્ટ ને ધરવા જ,

તવ અંતરે, મુરલીધર તો તને કદી વિસારતો નથી !


ફરિયાદો તો તને ઘણી છે આજકાલ એ પ્રભુ,

કૃષ્ણ યોગેશ્વરથી કે, તને કેમ એ સાંભળતો નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational