STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

ફરિયાદ

ફરિયાદ

1 min
135

ચાંદની રાતે તારો ચહેરો નિરખીને,

તારા મોહમાં પડી જવાય છે,

ચહેરો જોવાની ટેવ પાડી છે તે મુજને, 

એ જ મારી તુજને ફરિયાદ છે,


રોજ સપનામાં આવી નખરાં કરીને, 

મુજને ખૂબ તું નિંદ્રામાં સતાવે છે, 

નિંદ્રામાં પાછળ દોડાવે છે તું મુજને,

એ જ મારી તુજને ફરિયાદ છે,


મારી નજર સાથે તારી નજર મેળવીને, 

નજરોના જામ તું છલકાવે છે

નજરથી ઘાયલ બનાવે છે તું મુજને,

એ જ મારી તુજને ફરિયાદ છે,


તારા નિખરતાં યૌવનથી લલચાવીને, 

હંમેશા મદહોશીમાં તું ડૂબાડે છે,

ભાન-શાન પણ તું ભૂલાવે છે મુજને,

એ જ મારી તુજને ફરિયાદ છે, 


તારા મિલન માટે હરપળ તડપાવીને, 

તારા પ્રેમનો તરસ્યો તું બનાવે છે,

દિલમાં તું કેમ સમાતી નથી "મુરલી",

એ જ મારી તુજને ફરિયાદ છે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance