STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

ફરીયાદ

ફરીયાદ

1 min
372

કેવો ગદ્દાર છે, ઓ અરબી સમુદ્ર,

વારં વાર ગાંડોતૂર તું બન્યા કરે છે,

તોફાની ભયંકર અંગડાઈ લઈને,

વિનાશક સ્થિતિ તું સર્જ્યા કરે છે.


હર પળ બદલાતી મૌસમની જેમ,

તારો મિજાજ તું બદલ્યા કરે છે, 

વાદળોને બેવફા બનાવીને કાયમ,

માવઠાનો માર તું આપ્યા કરે છે.


ધરતી ઉપર જળનો પ્રલય કરીને,

નિર્દોષોનો પ્રાણ તું લીધા કરે છે,

વિજળીને ક્રુરતાથી ચમકાવીને,

 તરંગોથી ખૂબ તું બાળ્યા કરે છે.


પશુ પંખીઓને લાચાર બનાવીને, 

મૌતની બીકથી તું ધ્રુજાવ્યા કરે છે,

માનવ જીવનને ભયભીત કરીને ,

જીવલેણ દર્દોથી તું ડંસ્યા કરે છે.


હાથ જોડી વિનંતી કરું છુ તુજને,

તનાવમાં તું કેમ આવ્યા કરે છે ?

સમગ્ર સૃષ્ટિમાં વસનારને"મુરલી"

વિકટ સ્થિતિમાં કેમ મુક્યા કરે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy