Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

chaudhari Jigar

Abstract Classics Inspirational

2  

chaudhari Jigar

Abstract Classics Inspirational

ફરી મુલાકાત ન થઇ

ફરી મુલાકાત ન થઇ

1 min
3.4K


આજે પણ તેની ખાટી મીઠી 

વાત મને હસાવે છે.


એના ગુસ્સાનાં જવાબમાં 

મારો હસતો ચહેરો આજે પણ યાદ છે.


કાલે મળવાનું કહીને ગયેલી 

ફરી એની સાથે "મુલાકાત" જ ન થઈ.


સમય તો વહેતો રહ્યો

પણ આજે પણ હું એની રાહ જોઉં છું.


મારા હાથનાં આ ફુલ પણ 

નિરાશાથી કરમાવા લાગ્યા છે.


એના પત્ર એ તો મારી સાથે 

વાત કરાવાનું જ છોડી દીધું છે.


એ તો કયાં રસ્તે નીકળી ગઇ છે ?

તે તો મને નથી ખબર પણ એની મંઝિલ હું નથી.


ભલે એની મંઝિલ આજે હું નથી

પણ એનાં રસ્તામાં મારી જ યાદ હશે


કોઇ એને મળે તો કહેજો

હું એની મુલાકાત માટે આજે પણ અહીં જ છું.


ફરી " મુલાકાત " થશે કે નહીં ?

પણ હું એની પ્રતીક્ષા જરૂર કરીશ.


Rate this content
Log in