ફરી મળીશું
ફરી મળીશું
થોડુ હાસ્ય
પણ બચાવીને રાખ્યુ છે.
જયારે આપણે ફરી મળીશું ત્યારે,
થોડી આપણી વાતો,
પણ બચાવીને રાખી છે,
જ્યારે આપણે ફરી મળીશું ત્યારે,
થોડી નજર,
બચાવીને રાખી છે,
જયારે આપણે ફરી મળીશું ત્યારે,
થોડી શરમ,
પણ બચાવીને રાખી છે,
જયારે આપણે ફરી મળીશું ત્યારે.