પહેલી નજરનો પ્રેમ થઈ ગયો
પહેલી નજરનો પ્રેમ થઈ ગયો
તને પહેલીવાર જોઈને તારી સાથે પ્રેમ થઈ ગયો,
તારી કાજલ ભરેલી મોટી આંખો
જાણે મારું હૈયું ઘાયલ કરી ગઈ,
આ તારી પગની પાયલ,
મને પાગલ કરી ગઈ,
તારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો,
તારા વ્યસ્ત જીવનમાંથી,
થોડો સમય આપ્યો તે,
અને મને પ્રેમ થઈ ગયો,
તારી નશીલી આંખો,
મલકાતા હોઠ,
ગુલાબી ગાલ,
લહેરાતા વાળ જોઈ મને પ્રેમ થઈ ગયો,
તારો નિર્દોષ અને ભોળો ચહેરો જાદુ કરી ગયો,
મને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો.

