STORYMIRROR

Rohit Prajapati

Romance Thriller

5.0  

Rohit Prajapati

Romance Thriller

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

1 min
1.1K






ભલે તમે માનો કે ના માનો,

પણ ગાલના ખંજન આજે મુંઝવણથી રોકાયા હતા.


વાત ભલે થઈ પહેલી વખત,

પણ શબ્દો જાણે પ્રસન્નતાથી મહેકાયા હતા.


મનના આવેશ ભલે દબાઈ રહ્યા,

પણ શ્વાસમાં ભળી એ શબ્દો કહેવાયા હતા.


અંતરથી ભલે દૂર રહ્યા હતા,

પણ મનથી એકબીજા સાથે જોડાયા હતા.


આ સંબંધોની સુવાસ હતી,

પણ શું કહેવું ના કહેવું ત્યાં અટવાયા હતા.


એક વિશ્વાસનું મજબૂત આવરણ હતું,

પણ ગાલ ખંજન કરવામાં કેમ ગભરાયા હતા.!?


Rate this content
Log in

Similar gujarati poem from Romance