STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

પહેલાં જેવું ક્યાં વેકેશન છે !

પહેલાં જેવું ક્યાં વેકેશન છે !

1 min
249

હવે પહેલા જેવું વેકેશન ક્યાં આવે છે ?

હવે મામાની ઘરેથી કોઈ પોસ્ટ કાર્ડ ક્યાં આવે છે ?

હવે વેકેશન બન્યું નીરસ,

હવે સંબંધોમાં ક્યાં છે ક્યાંય રસ,

આત્મીયતા તો જાણે અભેરાઈ પર ચડાવી,

બદલાઈ ગઈ જાણે સંબંધોની પરિભાષા,


પહેલા આકર્ષણ હતું મોસાળનું,

હવે તો બીચ ને રિસોર્ટ,

હવે ઘટયું સંબંધોમાં હેત,

હવે ક્યાં કોઈ મોજ કરે છે જઈને ખેત,

સંતાકૂકડી કે, ખો ખો કે પકડ દાવ,

આ બધી રમતો ગઈ સાવ,

આવ્યો ઈન્ટરનેટ નો જમાનો,

આ રમતોથી બન્યા અજાણ બાળકો સાવ,


ખોવાઈ ગઈ બાળવાર્તા ને,

ખોવાઈ ગયા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં,

બાળકો ખોવાયા પબ્જીમાં,

મમ્મી ડેડી ખોવાયા પાર્ટીમાં,

હવે પહેલા જેવું ક્યાં વેકેશન આવે છે,


પહેલા દૂરથી આવી બધા સાથે રહેતા,

સાથે જમતા, સાથે રમતા, મીઠા લડાઈ ઝગડા કરતા,

આવ્યો ઈન્ટરનેટનો જમાનો,

એક છત નીચે રહેતા લોકોમાં પણ આવી દૂરી,

આત્મીયતા ને સંબંધો હવે ક્યાં રહ્યા કોઈ માટે જરૂરી,

પહેલા જેવું ક્યાં વેકેશન આવે છે,


ગલીઓને રસ્તા સૂમસામ ને,

રિસોર્ટમાં જામી ભીડ છે,

અહી સમજે ક્યાં માનવ માનવની પીડને,

હવે પહેલા જેવું ક્યાં વેકેશન આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational