STORYMIRROR

Hiral Pathak Mehta

Romance

4  

Hiral Pathak Mehta

Romance

પહેલ કરી લઉં

પહેલ કરી લઉં

1 min
205


શું કહે છે આજે હું પહેલ કરી લઉં ?

મૂરઝાયેલા છોડ ને ફરી સીંચી લઉં ?

રિસાયેલી છે જે લાગણીઓ એને ફરી મનાવી લઉં ?

શું કહે છે આજે હું પહેલ કરી લઉં ?


સોય દોરો તો છે મારી પાસે પણ, 

તું કહે તો હું સીવી દઉં ? 

અને જો પડી હશે ગાંઠ તો પણ ચાલશે,

તું ચિંતા ના કરીશ, હું ઉકેલી લઉં ?

શું કહે છે આજે હું પહેલ કરી લઉં ?


વસંતની રાહ જોવા કરતા,

આ પાનખરમાં જ છોડ વાવી દઉં ?

કદાચ પ્રયત્નો મારા સફળ થાય,

ફરી એક વાર એ જ લાગણી વાવી લઉં ?

શું કહે છે આજે હું પહેલ કરી લઉં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance