ફાવે નહીં
ફાવે નહીં
ખૂબ નાની વાતમાં રડવું ફાવે નહીં,
ને પછાડી કોઈને ચડવું ફાવે નહીં,
છું ઝાકળની બુંદ સુંદરતા બનું છું,
અશ્રુ આંખનું થઈ પડવું ફાવે નહી,
જોઈ છાયો ન વિસામો હું લઉં,
કરેલ શરૂ કામથી ખડવું ફાવે નહીં.
નિજાનંદી માણસ છું હરું ફરું છું,
વિના કારણનું રખડવું ફાવે નહીં.
બીજાના અભિગમને માન આપું,
જાતને બીજા મુજબ ઘડવું ફાવે નહીં.
