STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

ફાગણનો મલકાટ

ફાગણનો મલકાટ

1 min
218

ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ

કેવા મહેક વસંતના રે વ્હાલ,


હોઠ મલકે ને નયનો નખરાળ

મન મેળામાં મલક્યો મલકાટ

છે ખોળો કુદરતનો ફાગી ખુશહાલ

આ છે મિલન મસ્તીના વાસંતી વ્હાલ,


કેસૂડો વધાવે હરખ વન વાટ

અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર

નથી હોળી છે દિલડાના રાગ

ફૂલડે વધાવીએ પૂનમી આ ફાગ,


ફાગણ તારા વાયરાના મીઠા સરપાવ

રણકે ભીંનાં સંગીત નવોઢાને ગાલ

પાવો ઢોલ ને હસ્તે ગુલાલી રૂમાલ

આવો રમીએ થઈ રાધાના કા'ન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance