STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

ફાગણ

ફાગણ

1 min
393

વસંતની વેળાએ શોભે,

કોયલના કલરવે ફાગણ !


વાસંતી ટહુકાનો વૈભવ,

રંગ સુગંધે સરકે ફાગણ !


કેસુડાની કળીએ સર્જન,

રંગ કેસરીયો હરખે ફાગણ !


ગુલમહોર ને ગરમાળામાં,

લાલ ગુલાબી તરપે ફાગણ !


હરખથી રંગાતા માનવ,

માનવના જોબને ફાગણ !


સૃષ્ટિના સર્જને 'વાલમ'

ફૂલ ગુલાબી ફરકે ફાગણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational