પેલું મગર ચાલ્યું જાય છે...
પેલું મગર ચાલ્યું જાય છે...
મીઠા જાંબુ ખાતું-ખાતું,
ને મધુર ગીતો ગાતું-ગાતું,
પેલું મગર ચાલ્યું જાય છે.
કાળું-લીલુ, જબરું તગડું,
ને પટ-પટ હલાવતું પૂછડું,
પેલું મગર ચાલ્યું જાય છે.
પાણીમાં એ સર-સર તરતું,
ને માછલી ખાઈને પેટ ભરતું,
પેલું મગર ચાલ્યું જાય છે.
સખત ખરબચડી ચામડી એની,
ને પૂંછડીમાં તાકાત છે એની,
પેલું મગર ચાલ્યું જાય છે.
તીક્ષ્ણ ને અણિયારા દાંત,
નેએ તો પ્રાણીભાઈની જાત,
પેલું મગર ચાલ્યું જાય છે.
વિશાળ છે શરીર એનું,
ને પશુઓ છે ભોજન એનું,
પેલું મગર ચાલ્યું જાય છે.
અજબ છે બુદ્ધિ એની પાસે,
ને એને જોઈ પ્રાણીઓ નાસે,
પેલું મગર ચાલ્યું જાય છે.
