STORYMIRROR

Mahendra R. Amin

Romance

4  

Mahendra R. Amin

Romance

પડોશણ

પડોશણ

1 min
379

રોશનીથી ઝળહળે અમારી આ શેરી,

રહેવા આવી જે નવી પડોશણ ન્યારી,


દિલની મનમોહક એ તો સૌને ભાવતી,

રાઝ હસી-ખુશીનો એ સૌને જણાવતી,


ભોળી એની સૂરત, માનો દેવીની મૂરત,

સત્ય માનો એ નીલપરી છે ખૂબસૂરત, 


સવાર-સવારમાં રસોડામાં જઈ ઊભી,

સવારે સૌની ચાય બનાવવા એ થોભી,


ક્યારેક ચાયમાં પડી જાય ખાંડ ઓછી,

મધુર વાતોમાં વાળી વળી જાય પાછી,


સ્નાન કાર્ય કરી જ્યારે બહાર આવતી,

ટેરેસ પર પહોંચી એના વાળને સૂકવતી,


શણગાર સાથે પોતે કપડાં જે સજતી,

શૃંગાર ધરી એ તો બાલ્કનીમાં આવતી,


બાળ સંગ એ પ્રેમથી હળીમળી જાતી,

નયનથી નયન મળે ને બાળકોને ગમતી,


હોય હોળી-ધૂળેટી દિવાળી કે નવરાત્રી,

બનાવી દે એ ઉત્સવ મહોત્સવની રાત્રી,


મળી રહે દરેકને 'મૃદુ' સમી જ પડોશણ,

ઝળકી ઊઠે ઈમારતોની રોશની રોશન,


'મૃદુ' ચાહે કે પડોશણ પામે હરેક ન્યારી,

કરો સારો વહેવાર તો પડોશણ તમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance