પડકાર
પડકાર


શરૂઆત તો કોઈએ કરી'તી,
કુદરતને સામો પડકાર કોઈએ તો કર્યો'તો,
સનાતન સત્યને શંકાશીલ નજરે કોઈએ તો જોયું હશે,
આમ કઈ કુદરતની નારાજગી ના દેખાય,
અમથું કાંઈક ના કરવાનું થઇ ગયું હશે,
ધારણા, અનુમાન અને વિચાર અને મનોમંથન,
જિંદગી બસ એમાં જ વહી ગઈ હશે.