STORYMIRROR

Kailash Vinzuda

Drama Thriller

3  

Kailash Vinzuda

Drama Thriller

પડે છે

પડે છે

1 min
26.3K


પડે છે...!

દેવનાં દરબારમાં હરકોઈ ને નમવું પડે છે,

રોજ થોડું દર્દ મારે ભીતરે ખમવું પડે છે,


અંતરેથી આપમેળે શબ્દ ક્યારે પણ ન આવે,

લાવવા શબ્દો હ્દય માં દર્દ ને ભરવું પડે છે,


આ જગતનો રવૈયો જોઉં કેવો છે અનોખો,

હોઈએ દુઃખી છતા સૌની કને હસવું પડે છે.


ટાંકણુ લઈ દર્દ નકશીકામ ભીતરમાં કરે છે,

અશ્રુનાં મઝધારમાં મારે સતત તરવું પડે છે.


મોહબ્બતનું દર્દ મારાથી સહેવાતું નથી ને,

એટલે મારે ગઝલ જેવું અહીં લખવું પડે છે,


જીંદગીના રંગમંચે રોજ બદલે ભૂમિકા પણ,

રોજ નોખું પાત્ર મારે અંગ પર ધરવું પડે છે,


બાગનાં સઘળાં ફૂલોની મ્હેકનું શું રાઝ છે એ?

જાણવા આ વાયરા સાથે સતત ફરવું પડે છે.


ઈશ્વરે તો એકસરખો અંત સૌનો રાખ્યો છે,

કાળ જેનો થાય પૂરો એમણે મરવું પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama