પૈસો કહે
પૈસો કહે


પૈસો કહે હું કેવા અટવાવ છું,
કયારેક મૂંઝવણમાં નંખાવ છું,
ઉપયોગ હરકોઈ કરે છે છતાં,
સંતોષમાં હું કયાં પરખાવ છું,
કંજૂસના ઘરે ધનના ઢગલાંમાં,
ગરીબની અમીરીમાં દેખાવ છું,
ઈચ્છાપૂર્તિ સૌ કરે મારા લીધે,
હું ખરી મહેનતમાં વહેંચાવ છું,
લાંચને આંચ હું પહોંચાડું સદા,
સત્યનો સાથી સાચો બાંધવ છું,
મફતિયાની આશ શ્રમ વિના મળે,
પરખ"પ્રતીતિ"પરસેવે પંકાવ છું.