Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

dhara joshi

Abstract Tragedy

4.3  

dhara joshi

Abstract Tragedy

પૈસાથી જ માણસ અંકાય છે

પૈસાથી જ માણસ અંકાય છે

1 min
247


પૈસાથી હવે મોલ થાય છે,

સંસ્કાર, ખાનદાન, ગુણ હવે ક્યાં દેખાય છે,

પૈસાથી જ માણસ અંકાય છે,


ગાડી છે, બંગલો છે, જમીન છે,

એ પૂછી સંબંધ બંધાય છે,

પૈસાથી જ માણસ અંકાય છે


સમાજ, ગોળ કે માણસાઈ ક્યાં જોવાય છે,

સરકારી નોકરી જોઈને જમાઈ શોધાય છે,

પૈસાથી જ માણસ અંકાય છે,


ઈમાનદારી, સમજણ, તજૂરબો ક્યાં જોવાય છે,

ભષ્ટાચાર કરી પૈસા લઈ નોકરી અપાય છે,

પૈસાથી જ માણસ અંકાય છે,


નાણાંના જ ઉધાર જમાના હિસાબ રખાય છે,

લાગણીનાં હિસાબો ક્યાં ગણાય જ છે,

પૈસાથી જ માણસ અંકાય છે,


સારા ખોટાની સમજ આપનારને અવગણાય છે,

ટૂંકા રસ્તેથી પૈસા કમાવી આપનારને જ મહાન ગણાય છે,

પૈસાથી જ માણસ અંકાય છે,


પૈસા સાથે જ પૈસો વાત કરે છે,

ખાલી ખિસ્સાને ભરવાનું ક્યાં સૂઝે જ છે,

પૈસાથી જ માણસ અંકાય છે.


Rate this content
Log in