પાત્રતા
પાત્રતા
પાત્રતા હોય તો જિંદગી બની રહે છે સંગીન
રંગો આવે છે જિંદગીના હાથમાં, જીવન બને છે રંગીન
પસીનાની મહેક અને ચારિત્ર્યની હોય જો ચહેક
સફળતા માટે ખુદ ભગવાન બને છે જામીન
માત્ર દિવાસ્વપનો અને હવામાં નથી રહેવાનું લીન
સારા વિચારો અને સાચા આચરણમાં રહેવાનું તલ્લીન
કુદરતે આપ્યું છે જીવન સહુને સરસ મજાનું
સાચા અને સારા માણસોને સર્વે સુખો છે આમીન.