પારકી થાપણ
પારકી થાપણ
‘કન્યા વિદાય’ પ્રસંગ એ આંસુઓનું દર્દીલું સ્મિત છે
પપાનો ડૂમો, મમીના ડૂસકા અને સગાઓના હીબકાનું ગીત છે
‘પારકી થાપણ’ આપણી ભીંજવીને જશે પાંપણ એ જ રીત છે
લાડલી બેટીની ફોરમાતી પ્રીત માં પણ એ જ પ્રતીત છે
મા-બાપની પરછાઇ હવે તેમનાથી દૂર થશે
દાદા-દાદી પોતાના ‘વ્હાલા વ્યાજ’ માટે મજબૂર થશે
બહેનને ‘સહેલી અને બહેન’ એક સાથે ગુમાવ્યાનું દસ્તૂર થશે
સગા વહાલાને બેટીના સંસ્કાર માટે ગરૂર થાશે
તારા નાઝ, તારા નખરા અમારા માટે અતીત થશે
રોપિત થશે તું જ્યાં, ત્યાં સગળું નવપલ્લવિત થશે
મમી પપાના સપનાઓની સર્વગ્રાહી જીત થશે
લાડલી જ્યાં જશે ત્યાં જિંદગીનું એક નવું ગીત થશે
કુમકુમના દરેક પગલે અમારા થી થશે દૂર
નવોઢાના ચહેરા પર ઉર થી ઉર મળ્યાનું હશે નૂર
તેમાં અનેરા રંગ પૂરશે સપ્તપદીના સૂર
નવદંપતીને આશીર્વાદ આપવા પધારશો જરૂર.