પાંંપણ
પાંંપણ
ઘણાં સમયે આંખોની પાંપણ ખટકી,
લાગે છે ફરી કોઈ મીરાં પ્રેમમાં ભટકી.
ચહેરો ના જોયો કે ના જોઈ આંખો,
નજર અમારી એમની કમર પર જ અટકી.
જુદાઈને થયું ઘણું, ને આજ મળવાં ગયો,
વાત મુખથી છુપાવી, ને આંખોથી છટકી.
હૈયાંનું આકરું રુદન, જાણે આભ રુઠ્યું,
કેવી હશે આ ડાળ ? જે પલકમાં જ બટકી.